તેને રોટીની કીંમત વધારવી હતી પરંતુ રાજાની અનુમતિ વિના કોઈ પણ કીંમત વધારી શકતો ન હતો. એટલે તે રાજાની પાસે પહોંચ્યો, બોલ્યો રાજાજી ! મારે રોટીની કીંમત 10 રુપિયા કરવી છે. 1/6
રાજા બોલ્યો, તમે 10 નહીં, 30 રુપિયા કરો,
વાણિયો બોલ્યો, મહારાજ ! તેનાથી તો હાહાકાર મચી જશે,
રાજા બોલ્યો, એની ફિકર તમે ન કરો, તમે 10 રુપિયા કરી દેશો તો મારાં રાજા હોવાનો શો ફાયદો ! તમે પોતાનો ફાયદો જૂઓ અને 30 રુપિયા કીંમત કરી દો. 2/6
બીજા દિવસે વાણિયાએ રોટીની કીંમત વધારીને 30 રુપિયા કરી દિધી,
નગરમાં હાહાકાર મચી ગયો. નગરજનો રાજાની પાસે પહોંચ્યા, બોલ્યા, મહારાજ ! આ વાણિયો અત્યાચાર કરી રહ્યો છે, 5 રુપિયાની રોટી 30 માં વેચી રહ્યો છે. 3/6
રાજા સિપાઈઓને બોલ્યો, તે ગુસ્તાખ વાણિયાને મારાં દરબારમાં હાજર કરો.
વાણિયો જેવો જ દરબારમાં પહોંચ્યો, રાજાએ ગુસ્સામાં કહ્યું, ગુસ્તાખ! તારી એ હિંમત કે તેં મને પૂછ્યા વિના કેવી રીતે દામ વધારી દિધા ! આ જનતા મારી છે તું એમને ભૂખે મારવા માંગે છે ! 4/6
રાજાએ વાણિયાને આદેશ દિધો, કાલથી તું અડધા ભાવથી વેચીશ, નહીં તો તારું માથુ અલગ કરી દેવામાં આવશે.
રાજાનો આદેશ સાંભળતા જ પૂરી જનતાએ જોરથી.... મહારાજની જય હો...., જય હો... નારાઓથી દરબાર ગુંજી ઉઠ્યો. 5/6
પરિણામ.....!!!*
*બીજા દિવસથી 5 ની રોટી 15 રુપિયામાં વેચાવા લાગી.*
*જનતા ખુશ...! વાણિયો ખુશ...!! અને રાજા પણ ખુશ...!!!*
*સમજ્યા કે....?*
*વર્તમાન ભારતીય પરિદ્રશ્યની એક ઝલક. 6/6
#Gujarat
એક જમાનો હતો જીપનો. છેવાડાના ગામડામાં જીપ પાછળ આજે પણ લોકો લટકીને મુકામ સુધી પહોંચે છે.મોટા શહેરો અને ટુરિઝમ પ્લેસ પર જીપ હવે ડેમો બની ગઈ છે.ગામના ઝોપેથી ઠસોઠસ ભરેલી જીપ ઉપડે ને પાછલા બે ટાયરમાંથી આછી આછી ધૂળ ઉડતી હોય.ડ્રાઈવર અને કંડકટરની અદાની તો વાત જ શું કરવી? 1/4
ડ્રાઈવર એક પગ બહાર કાઢી સ્ટયરિંગ પર એક હાથ ત્રાંસો રાખી એની ધૂનમાં મસ્ત હોય. કંડકટર પાછળથી હુડ પર થપાટ મારે એટલે ડ્રાઈવર જીપ ઉભી રાખે.વચ્ચે કોઈ નવા પેસેન્જર આવે અને જગ્યા ન હોય તો પણ એ ગાડીમાં સમાઈ જશે એવો પૂરેપૂરો આત્મવિશ્વાસ જીપવાળો રાખે જ. 2/4
અને કહે પણ ખરું કે “ ભૈ દબાજો થોડા, પાંચની સીટ સે..” ઘણી જીપમાં ડ્રાઈવરને ડબલ રોલમાં કામ કરતો જોયો છે. આગળની સીટમાંથી ડ્રાઈવર ઉપર લટકેલા દર્પણને સહેજ ત્રાંસુ કરી પાછળના યાત્રીઓ પર નજર મારી લે.
3/4