Geroy - герой - जिरॉय Profile picture
Prober | History/Culture/Indology | GhostWriter |📌 @NatGeoMag @bethejuggernaut @thebetterindia @whencyclopedia @ancientorigins 📩 : ardentgeroy@gmail.com

Jun 8, 2020, 16 tweets

યુનાઈટેડ નેશન્સએ તેની ૨૦૦૮ ની જનરલ અસેમ્બલી માં ૮ જૂન ને " વિશ્વ મહાસાગર દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દેશો એ ૧૯૯૨ માં યુએન ની રીઓ દી જનેરો ખાતે થયેલ પર્યાવરણ લક્ષી પરિષદ માં પ્રથમ વખત જાહેર થયા બાદ થી જ મનાવવાનું શરૂ કરી દીધું હતું.

૧/n

દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.

૨/n

મહાસાગરો પૃથ્વી ની સપાટી ના બે તૃતીયાંશ કરતાં વધુ ભાગ ને આવરે છે અને કુલ પાણી ના ૯૭% પાણી નો સમાવેશ કરે છે. માછીમારો, જહાંજ બનાવનાર વગેરે જેવા અનેક ધંધા સાથે સંકળાયેલ ૩ અબજ થી વધુ લોકો ને રોજગારી પૂરી પાડી ગરીબી નિવારણ માં પણ મહત્વ નો ભાગ ભજવે છે.

૩/n

યુએન ના પર્યાવરણ વિભાગ અનુસાર, દર મિનિટે ૧૦ લાખ પીણાં ની પ્લાસ્ટિક બોટલ ખરીદાય છે, જ્યારે દર વર્ષે ૫ ટ્રિલિયન જેટલી સિંગલ વપરાશ ની કોથળી વપરાય છે જે આખરે મહાસાગર માં કચરા સ્વરૂપે ઠલવાઈ છે. આજે ૩૦૦ મિલિયન થી વધારે પ્લાસ્ટિક કચરો બને છે, ૧૯૫૦ માં તે માત્ર ૦.૫ મિલિયન જ હતો.

૪/n

આપણામાંથી મોટા ભાગના પોતપોતાની જિંદગી આનંદથી જીવે છે એ બાબત થી અજાણ કે, આપણી રોજિંદી ક્રિયાઓ સમુદ્ર ના સ્વાસ્થ્ય ને કેવી અસર પહોંચાડે છે અથવા સમુદ્ર નું સ્વાસ્થ્ય ની આપણા રોજિંદા જીવન પર કેવી અસર પડે છે.

૫/n

છેલ્લા કેટલાક સમય થી સમુદ્રો ને આપણે પ્લાસ્ટિક અને અન્ય અવિઘટિત કચરા માટેની મોટી કચરાપેટી બનાવી દીધી છે. દરિયાકાંઠા, સમુદ્ર સપાટી અને સમુદ્રતટ પર જમા થતા કચરા માં ૮૦% પ્લાસ્ટિક અને અવિભાજ્ય કચરો હોય છે.

૬/n

વિશ્વ માં માનવ પેદાશ થી ઉત્સર્જિત થતો ત્રીજા ભાગનો કાર્બન ડાયોક્સાઈડ સમુદ્ર માં ઠલવાઈ છે. જેનાથી દરિયા નું પાણી એસિડિક થતું જાઈ છે જે દરિયાઈ જીવો ને નુકસાન કરે છે ખાસ કરીને કાચબા, કરચલા જેવા કવચ વાળા પ્રાણીઓ ને.

૭/n

૧૯૫૦માં માત્ર ૦.૫ મિલિયન વાર્ષિક કચરાની પેદાશની સામે આજે ૩૦૦ મિલિયન કચરાની સરેરાશ વાર્ષિક પેદાશ ચિંતાનો મુદ્દો છે, એનાથી વધારે ચિંતા નું કારણ એ કે પ્લાસ્ટિક ને વિલીન થતાં ૪૦૦ વર્ષ નો સમય લાગે છે મતલબ કે આજ સુધી આકાર પામેલ મોટા ભાગ નું પ્લાસ્ટિક હજી જેમનું તેમ જ છે.

૮/n

સમુદ્રો માં આવેલ ખનીજ તેલ ઉત્પાદક પ્રદેશો માંથી તેલ પ્રસરણ ની ઘણી ઘટનાઓ આપડે ભૂતકાળ માં સાંભળી છે. જે સમુદ્ર જીવો માટે હત્યારી સાબિત થતી હોય છે. છેલ્લે ૨૦૧૦ માં મેક્સિકો ના અખાત માં આવેલ "ડીપ વોટર હોરીઝોન" માં થયેલ ધડાકા ને કારણે આશરે ૧ લાખ ચો. કિમી વિસ્તાર માં તેલ પ્રસરેલ.

૯/n

તેના લીધે, ૧૦ લાખ દરિયાઈ પક્ષીઓ, ૫૦૦૦ જેટલા સસ્તન પ્રાણીઓ, અને હજારો કાચબાઓ મૃત્યુ પામેલ. (મુખ્ય ઘટનાઓ :૧૯૭૯ માં, મેક્સિકો ના કેમ્પેચે અખાત માં એજ વર્ષે કેરેબિયન સાગર માં, ૧૯૮૩ માં નોરૂઝ તેલ ક્ષેત્ર માં, ૧૯૯૪ માં રશિયા ની કોલવા નદી માં થયેલ પ્રસરણ)

૧૦/n

રાસાયણિક પ્રદૂષણ પણ એક વધતું જતું ચિંતાનો મુદ્દો છે. સમુદ્રોના પેટાળ સુધી પહોંચતા માનવસર્જિત પ્રદૂષકોમાં જંતુનાશકો,ખાતરો,ડીટેરજેન્ટ,ખનીજ તેલ,ઔદ્યોગિક રસાયણોનો સમાવેશ થાય છે,જે સમુદ્ર જીવો માટે ખતરો છે.ખાતરોથી ફેલાતી શેવાડો સમુદ્રજીવો માટે ઉપયોગી પાણીના ઓકસીજનને શોષી લે છે.

૧૧/n

આપણી સામે રહેલા પ્રદૂષણ ના સંકટ ને નિવારવા આપણે મોટા પાયાની અને નાની એમ બંને પ્રતિબદ્ધતાઓ વિકસાવવી પડશે. સિંગલ વપરાશ પ્લાસ્ટિક ઘટાડવાની દરેક ક્રિયા ઉદ્યોગો ને એક સંદેશ મોકલે છે કે, આ બદલવાનો સમય છે હવે.

૧૨/n

સુપર માર્કેટ માં ખરીદી કરતી વખતે ઘરેથી કપડાં ની બેગ લઈ જાવ અને જથ્થાબંધ વિભાગ માંથી અનાજ બદામ, અન્ય વસ્તુઓ ખરીદો જેથી નાના પ્લાસ્ટિક પેકેટ માં લપેટેલ વસ્તુ નો વપરાશ ઘટાડી શકાય.

૧૩/n

દરિયાઈ ભોજન આરોગતા લોકો એ પણ શું ખાવું શું ના ખાવું ની જવાબદારી ઉઠાવી દરિયાઈ સંરક્ષણ માં પોતાનું યોગદાન આપવું. તમે કઈ માછલી ખાઈ રહ્યા છો તે ક્યાંથી આવી રહી છે તે જાણવું મહત્વ નું છે.

૧૪/n

આપણે સામનો કરી રહેલા વૈશ્વિક ટકાઉ વિકાસ ના પડકારો સામે પગલાં લેવા અને સુદ્રઢ ભવિષ્ય માટે "વિશ્વ મહાસાગર દિવસ" આપણા સહુને એક થવાની તક આપે છે. તો આ તક નો ઉપયોગ કરી સારા ભવિષ્ય નિર્માણ નું આયોજન કરીએ.

૧૫/n

થ્રેડ ગમ્યો હોય તો જરૂર થી re-tweet કરી સપોર્ટ કરશો. સ્વીકારું છું કે ઉપર લખેલ થ્રેડ જરાક મોટો લખાઈ ગયો છે પણ સમસ્યા પણ એટલી જ વધારે છે.

#WorldOceansDay
#WorldOceansDay2020

@jayvasavada @DhimantPurohit @DeepalTrevedie @aditiraval @Ports_GMB @dineshdasa1 @dave_janak @vnehra

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling