Geroy - герой - जिरॉय Profile picture
Prober | History/Culture/Indology | GhostWriter |📌 @NatGeoMag @bethejuggernaut @thebetterindia @whencyclopedia @ancientorigins 📩 : ardentgeroy@gmail.com
Feb 28, 2023 12 tweets 5 min read
✍🏻થ્રેડ એલર્ટ : આશાવલ✍🏻

પાછલા કેટલાક દિવસથી અમદાવાદ-આશાવલ-કર્ણાવતી ઉપર ફરીથી એ જ જૂની ચીકણી ચોપડેલી ઘસાયેલી કેસેટ ફરી વાગવા લાગી છે. કર્ણાવતી નામનો ઝંડો લઈને નીકળી પડેલા લોકો માટે આ થ્રેડ થકી એક જ સંદેશ છે કે ઇતિહાસમાં એટલો જ રસ હોય તો તાર્કિક દલીલ સાથે કરાય.

(1/n) આજકાલ ઇતિહાસની વાત કરતી વખતે લોકો ભૂલી જાય છે કે એમની મરજી મુજબની સમયરેખા પહેલા પણ ઇતિહાસનું અસ્તિત્વ રહ્યું છે. આ લોકોની દલીલ છે કે કર્ણાવતી પહેલા કોઈ નગર વસ્યું જ ન હતું, પરંતુ અમદાવાદનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક જેટલો જ પુરાતન છે.

(2/n)
Jun 6, 2022 9 tweets 3 min read
🧵History Thread 🧵

Most of us are unaware that the first Guj-Eng dictionary was created by an English doctor, as opposed to a Gujarati. The development of a separate dictionary of the Gujarati language can be considered to have flourished with the advent of Europeans.

(1/n) In 1808, Robert Drummond, an English surgeon general posted in Mumbai, created the first dictionary. There were 463 words in it. thus called mere Glossary. he’s considered first lexicographer of bilingual dictionaries of Gujarati.

(2/n)
Mar 8, 2021 4 tweets 2 min read
આજે #InternationalWomensDay પર ચાલો ગુજરાતની એક એવી વીરાંગનાની વાત કરીએ જેની ઇતિહાસના પાને ઝાંઝી નોંધ નથી લેવાય પણ તેમનું શૌર્ય અને બહાદુરી પુરુષથી સહેજ પણ ઉણુ‌ ઉતરે એવી નહતી. આપણે વાત કરી રહ્યાં છીએ "રાણી જીજીમાં" ની. રાણી જીજીમા હાલાવાડ (આજનું ધ્રાઘધ્રા) ના ઝાલા વંશના રાજા ગજસિંહની પત્ની હતી. તે એક કુશળ વ્યૂહરચનાકાર અને વાટાઘાટકાર; જે તેના સમયના રાજકીય તત્વજ્ઞાનમાં સારી રીતે વાકેફ; અશ્વવિદ્યા નિપુણ સાથે કુશળ યોદ્ધા; અને શાહી દરબારની અંદર અને બાહ્ય સાથીઓ વચ્ચે એક પ્રભાવશાળી નેતા.
Dec 1, 2020 19 tweets 6 min read
આપણાંમાંથી કદાચ ઘણાંને ખબર હશે જુનાગઢ પાસે ગિરનાર આગળ મૌર્યવંશના શાસક અશોકના પ્રસિદ્ધ ૧૪-શિલાલેખો આવેલા છે પણ આ ૧૪ શિલાલેખોના મતલબ ભાગ્યે જ કોઈકને ખબર હશે. અશોકે કલિંગના યુદ્ધ બાદ અહિંસા સ્વીકાર્યા બાદ આ શિલાલેખો રાજ્યમાં ખૂણે ખૂણે કોતરાવ્યા હતાં. @dineshdasa1 @GujaratHistory અશોકના શિલાલેખમાંનો પહેલો લેખ પ્રાણી હત્યા અને ઉત્સવ સંમેલનો પર રોક લગાવવા પર છે. @thakkar_solar @PriteeKM
Nov 30, 2020 5 tweets 3 min read
"જેવું કામ તેવાં દામ", "દામ કરાવે કામ", "આમ કે આમ ગુટલીઓ કે ભી દામ" આ કહેવાતો વિષે તમને જરૂરથી ખ્યાલ હશે પણ ક્યારે વિચાર્યુ છે આ દામ - રૂપિયા/ધનની પાછળની કહાની?

તો ચાલો આજે દામ વિષે જાણીએ.

@dineshdasa1
@DeepalTrevedie @AmitHPanchal @GujaratHistory ભારતમાં સિકંદર કરતાં પણ વધારે વિજયકૂચ કરનાર વિદેશી રાજા એટલે યવન(Greek) રાજા મિનનંદર/ મેનન્દ્ર જે પાછળથી બૌદ્ધ ધર્માનુરાગી થયા બાદ "રાજા મિલિન્દ" તરીકે વધારે પ્રસિદ્ધ થયો તેને પૂર્વમાં અયોધ્યા,પાટલીપુત્ર સુધી અને દક્ષિણમાં સૌરાષ્ટ્રને પાર દક્ષિણ ગુજરાત સુધી વિજયકૂચ કરેલ.
Nov 29, 2020 7 tweets 3 min read
આજે દરેક દેશનાં, રાજ્યનાં, સંસ્થાનાં કે વ્યક્તિ વિશેષનાં ધ્વજ જોવા મળતા હોઈ છે. પરંતું મહાભારત સમયના અર્જુનનાં ધ્વજમાં હનુમાન/કપિની પ્રતિકૃતિ હતી એ સિવાય બાકીના પાંડવ બંધુઓનાં ઘ્વજ વિશે જવલ્લે જ માહીતી હશે તો ચાલો આજે દરેક પાંડવ ભાઈ ઓનાં ધ્વજ વિશે જાણીએ. અર્જુન :

અર્જુન નાં ધ્વજ નું નામ કપિ ધ્વજ હતુ. ધ્વજમાં હનુમાન/કપિ ના મુખ અને લાંબી પૂંછની નિશાની એ સામે દુશ્મનોનાં ખેમામાં આતંક મચાવવા માટે સાંકેતિક હતી.
Nov 26, 2020 6 tweets 3 min read
ડભોઈનો કિલ્લો :

ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામ થી આ નગર નું નામ પડી આવ્યુ છે. @GujaratHistory @dineshdasa1 ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇ ના કિલ્લા ને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશ દ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો.
Nov 25, 2020 4 tweets 2 min read
ઘણાં લોકોના મોઢે અને સમાચારપત્રો માં કોરોના નો રાફડો ફરી ફાટ્યો, સેકંડ વેવ વગેરે શબ્દ પ્રયોગો જૉવા મળ્યા છે અને સાચી રીતે તે લોકોની બેદરકારી નું પરિણામ પણ છે. પણ જોડે જોડે એક બીજું પાસું પણ વિચારવા જેવું છે અને તે છે "સરકારની કામગીરી" @DeepalTrevedie સપ્ટેમ્બરના મધ્ય બાદ જે રીતે ટેસ્ટની કામગીરી ઘટાડી શું ખરેખર કોરોના ને નાથવામાં આપણે સફળ થયા હતાં? કે તેના લીધે દેખીતો કોરોના જ કથિત કાબૂમાં આવ્યો હતો? અને જો એવું ના હોય તો જે રીતે સરેરાશ ટેસ્ટ લેવાતાં હતાં એ જોતા હાલની પરિસ્થિતિ જેટલું જ સરેરાશ કોરોના રહેતો હોત.
Nov 24, 2020 5 tweets 2 min read
સીદી સૈયદની જાળી થી દરેક ગુજરાતી પરિચીત હશે. ૧૬મી સદીમાં ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુજ્જફર ત્રીજા દ્વારા બાંધવામાં આવેલ આ કલાત્મક સ્થાપત્યની જાળી એ આગ્રાના તાજમહેલ ના interior decoration ને પણ જાંખી પાડે એવી છે. Image અનેક ધર્મ અને સંપ્રદાયોમાં મહત્વ ધરાવતા "Tree of life"ને આ જાળીદાર બારીમાં ખુબ જ નિપુણતાપૂર્વક કોઈ જ અત્યાધુનિક ઓજાર કે મશીનરી વિના પ્રતિબિંબ કરાવવામાં આવી છે. Image
Oct 14, 2020 7 tweets 3 min read
આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? @dineshdasa1 આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
Oct 12, 2020 7 tweets 4 min read
વિચારો કે, કાલે ઉઠીને તમને કહેવામાં આવે કે નાનપણથી ભૂગોળમાં જે નકશાને આપણે ભણતા અને જોતાં આવ્યા છે એ ખરેખર ખોટો છે. વિમાસણમાં પડ્યા ને? પણ ખરી સત્યતા એજ છે કે વિશ્વનો કોઈ નકશો સાચો નથી દરેકમાં કોઈને કોઈ ખોડ ખપણ રહેલી જ છે. @dineshdasa1
@MehHarshil @saliltripathi

(1/n) તમે અને મે પોતે આજ સુધી વધારે જે નકશાથી પરિચિત રહ્યા છે એ નકશાને "મર્કેટર નકશા" તરીકે ઓળખવામાં આવે છે જેને ગેરાડસ મર્કેટર નામના નકશાકાર દ્વારા ૧૬મી સદીમાં બનવવામાં આવ્યો હતો અને આજ દિન સુધી મોટાભાગે navigation માં વાપરવામાં આવે છે. ગૂગલ મેપમાં પણ આજ નકશો વપરાય છે.

(2/n)
Aug 21, 2020 4 tweets 2 min read
અંગ્રેજો ખોટા નહોતા કે અંદરો અંદર લડાવીને જ ભારત પર રાજ કરી શકીશું.ત્યારે દેશી રજવાડા હતા આજના સમયે વિવિધ રાજયો અને પક્ષો. વિશ્વના સંપન્ન દેશો ભ્રષ્ટાચાર બાજુ પર મૂકી પોતાના દેશના લોકોનું વિચારવા આગોતરા પગલાં લઈ રહ્યું છે અને ભારતમાં એકબીજાથી બાખડવામાંથી ઉંચા આવતા નથી. કામની પ્રાથમિકતા આપવાની અણસમજ અને દેખાડો કરવાને નામે ભોપાળાં કરવાના તાગમાં અને પોતાના જરૂરિયાતની પાયાની જરૂરિયાતના બદલે કામ વગરની પંચાતમાં ધ્યાન કેન્દ્રિત કરીને દેશ આ મહામારી સામે બાકીના દેશ કરતા વામણો સાબિત થઈ રહ્યો છે. પુર આવે પાડા ના બંધાય. સમય સૂચકતા વાપરી જાણો તો જ થશે.
Jun 8, 2020 16 tweets 7 min read
યુનાઈટેડ નેશન્સએ તેની ૨૦૦૮ ની જનરલ અસેમ્બલી માં ૮ જૂન ને " વિશ્વ મહાસાગર દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દેશો એ ૧૯૯૨ માં યુએન ની રીઓ દી જનેરો ખાતે થયેલ પર્યાવરણ લક્ષી પરિષદ માં પ્રથમ વખત જાહેર થયા બાદ થી જ મનાવવાનું શરૂ કરી દીધું હતું.

૧/n દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.

૨/n
May 23, 2020 6 tweets 4 min read
ઘણા ના મન માં કુતુહલ હસે કે ૨૦૧૪-૧૫ વખતે થયેલા કાયદા સુધારા ને અત્યારે ફરી ચીતરવાનો શું મતલબ? અંધારી બાજુ જાણવાની એટલા માટે જરૂર કે જે દશા રાજસ્થાન ના શ્રમિકો ની થય એજ દિશા માં બાકીના રાજ્યો પણ આગેકૂચ કરી રહ્યા છે. અને રાજસ્થાન ના એ કાયદા સુધારણા મોડેલ ને અપનાવી રહ્યા છે.

૧/n ૨૦૧૪-૧૫ માં બીજેપી સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ ના નામે કરાયેલા સુધારા પાછળ નું મજૂર વર્ગ ના હક નું હનન ઘણુંજ ચૂપકીદી થી છૂપાવવા માં આવ્યું હતું. જે કાયદા સાથે ચેડાં થયા એ આ મુજબ હતા (ઔદ્યોગિક વિવાદ ધારો ૧૯૪૭, કરારી મજદૂર ધારો ૧૯૭૦, કારખાના ધારો ૧૯૪૮, એપ્રંટીસ ધારો ૧૯૬૧)

૨/n