આ તસ્વીરમાં દેખાતું સ્ટ્રક્ચર કેવું સામાન્ય છે,પણ તેની પાછળની કહાની દંગ કરી દે તેવી છે.ગોંડલ ના રાજા ભગવતસિંહે તેમના શાશન કાળ દરમ્યાન રસ્તા પર થોડા થોડા અંતરે આવા સ્ટ્રક્ચર (થાકલા) બનાવ્યા જે હાલ માં પણ ઉભા છે.
એ જમાનામાં ગામડાની મહિલાઓ ને દુર દુર ખેતરથી ઢોર માટે વજનદાર નીરણ (ઘાંસનિ ભારી) માથે ઉચકીને આવવું પડતું અને જયારે થાકી જાય ત્યારે તે વજન નીચે ઉતારી આરામ કરવો પડતો. પરંતુ એ ભારી બીજાની મદદ વિના ફરીથી માથા પર ચડાવવાનું મુશ્કેલ હતું.નિર્જન રસ્તાઓ પર મદદ કરનાર કોઈ ન મળે.
રાજાએ એકવાર એક મહિલાને ભારી"ચડાવી આપી,અને વિચાર આવ્યો કે મારા રાજ્યની મહિલા બીજાની ઓશિયાળી ન રહે.પોતાની જાતે "ભારી" ઉતારી શકે અને ચડાવી શકે.
અને આ પ્રકારના સ્ટ્રક્ચર ઠેર ઠેર તૈયાર કરાવ્યા.ભલે સામાન્ય લાગતું હોય પરંતુ સ્ત્રીઓની મુશકેલી જયારે કોઈ વિચારતું ન હોય તે સમયમાં એક રાજા આવું વિચારી શકતો હતો.દીર્ઘદ્રષ્ટિ માત્ર નહિ
નારીજીવન સુધારાનો ખ્યાલ રાજાના મનમાં !!સલામ ભગવતસિંહજી ગોંડલ.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ડૉ.આલોક સાગર,
દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન પરિવારમાં જન્મેલો બાળક. એના પિતા IPS ઓફિસર અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર. આલોક ભણવામાં ખૂબ તેજસ્વી. 1973માં એણે IIT દિલ્હીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું
અને IIT દિલ્હીમાં જ પ્રોફેસર બની ગયા.
અને પછી આ જ યુનિવર્સીટીમાંથી એણે M.Tech.કર્યું. આલોક પીએચડી કરવા માટે અમેરિકા ગયા. પીએચડી પૂરું કર્યા બાદ ડો.આલોક સાગર ઈચ્છે તો અમેરિકામાં કારકિર્દીની સુવર્ણ તક હતી, પણ એને દેશ માટે કંઈક કરવાની ભાવના હતી એટલે ભારત પાછા આવી ગયા.
ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાય વિદ્વાનો ડો.આલોકના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. IITના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવે પણ દિલ તો કંઈક જુદી જ ઝંખના કરતાં વાજીંત્રો વાગી રહ્યા હતાં.