snehal Profile picture
24 Oct 18, 16 tweets, 6 min read
❛ સાડલાની કોર પરથી એક સેફટીપીન કાઢી આપી,

"માં" મને ક્હેતી કે જો સ્લિપર તૂટેને તો લગાડી દેજે.❜

#DearZindagi
❛રૂઝાઈ જાય છે એક સ્પર્શમાં ધાવ જે ધરખમ હોય છે,

ખુદા જાણે માના ટેરવાંમાં કયો અસરદાર મલમ હોય છે.❜

#DearZindagi
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

#DearZindagi
❛ હદ થી વધારે મહેનત એટલે કરું છું સાહેબ,

ક્યાંક વળી આ બૂઠું નસીબ પાછું ધારદાર થઈ જાય ❜

#DearZindagi
આજ ઘર બધાના માથે ચઢ્યું,
કેમકે શાકમાં મીઠું વધારે પડયું

કોકનુ કંઈક મોં બગડ્યું,
તો કોકે વળી અન્ન છાંડ્યુ..

કોક તો રીતસરનું લડી જ પડયું
કેમકે શાકમાં મીઠું વધારે પડયું..

સ્હેજ ખારાશ વધી,
એમાં તો મને ય જાણે ખટાયુ..
પણ ના જાણ્યું કોઇએ,
કે કેમ કરીને આવુ બન્યું (1/2)

#DearZindagi
બહુ સાચવ્યુ
તોયે સાચવી ન શકી,
ને એક આંસુ
સીધુ શાકમાં પડયું..

લાગણીની વાતના કરશો
સાહેબ..
અહીં તો બસ,
શાકમાં મીઠું વધારે પડયું..

લાગણી સમજાય
તો મનને પૂછજો,
"ક્યાંક અન્નપૂર્ણાનું મન દુભાયું?"

કયારેક એમ બને
તોય પ્રેમથી જમી
અંતરમાં ખંખોળજો કે,
કેમ શાકમાં મીઠું વધારે પડયું (2/2)
❛દાંત વગરના દાદાએ, કેડેથી ઝૂકેલા બાને, ધ્રુજતા હાથે ચોકઠુ ધર્યું,

સવારના આછા તડકાએ, આ રીતે, ઓગળતી ઝાકળને પ્રપોઝ કર્યું.❜

#DearZindagi
#2Point0Trailer
#AyodhyaDelay
ટૂંકી વાત:

રેતીને ક્યા ખબર છે,
કે તે સરી જતા સમયની
બ્રાંડ એમ્બેસેડર છે......!

#DearZindagi
❛હવે ફર્ક નથી પડતો બહુ દુઃખ કે સુખ માં,

મેં હવે નસીબ સામે નમતું જોખી દીધું છે.❜

#DearZindagi
આ જિંદગી છે
કોઈ ના ઘરે આજે નવી કાર આવી ને
કોઈ ના ઘરે "માં" ની દવા ઉધાર આવી 🙏

#DearZindagi
સાલી જિંદગી પણ કેવી છે?જેવું જીવવું હોય તેવું જીવવા દેતી જ નથી,જે માંગીએ તે સિવાય નું બધું જ આપે છે બસ જે માંગીએ તે જ ન આપે,સૂકા તપતા રણ જેવા રસ્તા બસ ચાલ્યે જ જવાનું...😥😭

#DearZindagi
➻ નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો.કારણ જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’
શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં લખ્યું “સિક્યોરીટી રીઝન.”

#DearZindagi
આજે 15 વર્ષે અમે બંને એકબીજાની સામે આવ્યા.કંઈ કેટલીય યાદો ફરીથી સજીવન થઈ ગઈ.હજી કશું બોલવા જાવ ત્યાં તો બંને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું. 😥😭

#DearZindagi
#HeyDear
૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..😢😭

#DearZindagi
મારી દરેક વાત થાય છે ખારીજ,
એ જિંદગી કેટલી નારાજ છે મારાથી !? 😢

#DearZindagi
લેવી હોય તો લઈ લો તમે અહીં હર કોઈની તલાશી,

હર કોઈ પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી !

#DearZindagi

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with snehal

snehal Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @iSnehal_

15 Nov 18
એને મને એકવાર પૂછેલું કે એવું તો શું છે મારામાં કે તને હું જ ગમુ છું...આ થ્રેડ માં એ બધા reply લખવા છે જે હું નોતો કહી શક્યો...

#બસ_એજ
તું પાછળ બેઠી હોય છે મારી બાઇક પર,પાગલ આગળ ચલાવામાં ધ્યાન આપને હા #બસ_એજ વાતો મને યાદ આવે છે
કોલેજના લેક્ચરમાં તું મારી સામે જોઇને તારા આઈબ્રો ને ઉપર નીચે કરતા મારી સામે જોઈ રહેતીને
#બસ_એજ
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!