થ્રેડ : 👇🏼👇🏼👇🏼
પાતાલકોલ વેબ સિરીઝ માં એક ડાયલોગ આવે છે.
છેલ્લા એપિસોડ માં જેમાં SP sir અને હાથીરામ ચૌધરી વાત કરતા હોય છે.
જેમાં SP sir કે છે કે 👇🏼
(૧/n)
બધા પાર્ટસ ને ખબર છે કે ક્યારે શું કરવાનું છે, અને જેને નથી ખબર એ પાર્ટસ ને બદલી નાખવામાં આવે છે.
(૨/n)
સરકારી સિસ્ટમ કેવી છે.
તમે ધ્યાન થી જોવો તો તમને ખબર પડે આ સિસ્ટમ ના દરેક પાર્ટસ એકબીજા સાથે જોડાયેલા છે.
હવે સવાલ થાય કે આ પાર્ટસ એટલે કોણ?
(૩/n)
તમે દરેક જાણો છો કે સરકારના દરેક કાર્ય ક્ષેત્ર માં રાજનીતિ ક્યાં સુધી પહોંચી ગઈ છે.
(ઉદાહરણ દેવાની જરૂર નથી તમે જાણો જ છે.)
આવું કેમ થયું તો સિસ્ટમ ના લીધે.
(૪/n)
જેમ આગળ કીધું એમ બધા પાર્ટસ જોડાયેલા છે.
ક્યારેક કોઈ કર્મચારી કંઇક અલગ કરવા માંગે જે સિસ્ટમ માં (મશીનરી માં) કરવાનું કીધું નથી તો એ કર્મચારી (પાર્ટ) ને બદલી નાખવામાં આવે છે.
(૫/n)
કારણ કે એ કર્મચારી આ મશીનરી માં બરાબર કામ નથી કરતા.
આ બદલી કોણ કરાવે છે? રાજકારણીઓ🤐
તો આમાં કોઈ વ્યક્તિ સારું કરવા માંગે તો પણ સિસ્ટમ કરવા દેતી નથી.
(૬/n)
આજ જરૂર એ વસ્તુ ની છે કે
આ સિસ્ટમ ને કેમ બદલવી જેમાં રાજકારણીઓ અને ગુંડાઓ ના ઈશારાઓ પર કામ થતાં હોય છે?
(૭/n)
આ ઘણા અંશે ઠીક પણ છે પણ વાસ્તવિકતા માં આજ નો યુવા વર્ગ સરકારી નોકરી કેમ કરવા માંગે છે ખબર છે?
(૮/n)
દરેક ના નઈ પણ ઘણાં બધા ના આવા વિચારો હશે.
(૯/n)
એવું નહિ કરે તો એને બદલી નાખવામાં આવશે.
આ વિશે તો ઘણું બધું લખી શકાય એમ છે પણ હું કઈ વિશેષજ્ઞ નથી અને મને એટલું જ્ઞાન પણ નથી
જડમુળ થી ઉખેડવું જોઈએ આમાં ઉપર થી પાંદડા ખેરવવાથી વાત નઈ બને.
છેલ્લે તો એટલું જ કહીશ દર વખતે કવ છું એટલું જ કે વધુ લખાય ગયું હોય તો માફ કરજો અને વાંચ્યું એ બદલ આભાર..
પ્રતિભાવ આપશો તો લખવા ની પ્રેરણા મળશે અને સલાહ આપશો તો સુધારો થશે..🙏🏻
(૧૧/n)
(n/n)