થ્રેડ : કર્ણ ની મિત્રતા વિશે બઉ ટ્વીટ આવી રહ્યા છે આજકાલ એટલે એના વિશે થોડી વાત કરવી છે.
ઘણી જગ્યા એ વાંચ્યું છે કે મિત્રતા કરવી હોય તો કર્ણ જેવી કરવી અને મિત્ર રાખવા તો કર્ણ જેવા રાખવા.
અમુક એમ પણ કે છે કે અંજામ ની ખબર તો કર્ણ ને પણ હતી,પણ વાત મિત્રતા નિભાવવા ની હતી.
(૧/n)
હું એ લોકો નો વિરોધ નથી કરતો જે લોકો આવું લખે છે અથવા માને છે.
બસ મારો આ વિષય પર નો દૃષ્ટિકોણ રજૂ કરું છું.
ઘણા આની સાથે અસહમત પણ થશે અને એમને અસહમત થવાનો પૂર્ણ અધિકાર છે.
(૨/n)
શરૂ કરતાં પેલા મારા તમને અમુક પ્રશ્નો છે
૧.શું તમે એવા મિત્ર ને પસંદ કરશો જે તમને કોઈ સ્ત્રી ની લાજ ઉતારવા માં પ્રોત્સાહિત કરે?
૨.શું તમે એવા મિત્ર ને પસંદ કરશો જે સ્ત્રી પર થઈ રહેલા અત્યાચાર ને માત્ર જોશે જ નહિ પણ એમાં સહભાગી પણ થશે અને જાહેર માં એ જ સ્ત્રી ને અપમાનિત કરશે?
૩/n
૩.શું તમે એવો મિત્ર ઈચ્છશો જે તમારા ભાઈ ને ઝેર આપવામાં સાથે હોય?
૪. શું તમે એવા મિત્ર ની પસંદગી કરશો જે તમને સંકટ સમયે છોડી ને ભાગી જાય ?
આ દરેક પ્રશ્ન નો જવાબ હા હોય તો તમારો કર્ણ પ્રત્યે નો પ્રેમ વ્યાજબી છે અને જવાબ ના હોય તો વિચાર કરવો જરૂરી છે કે ભૂલ ક્યા છે.
(૪/n)
હવે વાત બીજા મુદ્દા ની કે
કર્ણ ને પણ ખબર હતી અંજામ ની પણ વાત મિત્રતા નિભાવવાની હતી .
પેલા તો મિત્ર કોને કેવાય એ વિશે વિચારવું જોઈએ .
(૫/n)
શું માત્ર કોઈપણ સંજોગો માં સાથે ઉભો રે એને જ મિત્ર કેહવાય ?
કોઈ પણ સંજોગો માં સાથે ઉભો રે એ એક શ્રેષ્ઠ મિત્ર જરૂર કેહવાય પણ માત્ર સાથે ઉભો રે એ નઈ .(ફરી વાંચજો)
(૬/n)
મારા મત પ્રમાણે તો મિત્ર એ છે જે તમને ખોટા (અધર્મ ના) માર્ગ પરથી સાચા (ધર્મનાં) માર્ગ પર લઈ આવે.
લાવી ના શકે તો કઈ નઈ પણ લાવવાનો પ્રયાસ કરે.
અને છતાં પણ સફળતા ના મળે અને ત્યારે સાથે ઉભો રે તો કંઇક વાત બને .
(૭/n)
કર્ણ ને તમે એક શ્રેષ્ઠ મિત્ર માનતા હોય તો કેમ ક્યારેય એને દુર્યોધન ને ધર્મ શું છે એ ના સમજાવ્યું અને તમે ક્યો છે કે કર્ણ ને અંજામ ની ખબર હતી ??
તો આતો આત્મહત્યા હતી અને કર્ણ એ એક વાર પણ મિત્ર ને રોકવાનું ઉચિત ના લાગ્યું.
(૮/n)
કર્ણ એ કેમ દુર્યોધન ને રાજસભા માં રોક્યો નહિ ?
ઉલ્ટાનું પોતે દ્રોપદી માટે અપમાનજનક શબ્દો કહ્યા.
શું આ શ્રેષ્ઠ મિત્ર ની નિશાની છે ?
કેમ કર્ણ ગાંધર્વો સામે ના યુદ્ધ માં દુર્યોધન ને મૂકીને ભાગી ગયો હતો ?
ત્યારે મિત્રતા નિભાવવાની વાત નતી ?
(૯/n)
કર્ણ હંમેશાં થી અર્જુન સાથે પ્રતિશોધ લેવા માંગતો હતો અને એના માટે યુદ્ધ આવશ્યક હતું.
એટલે યુદ્ધ કરાવવા માં પણ પોતાનો સ્વાર્થ હતો એમ ના કહી શકાય?
(૧૦/n)
આવા પ્રશ્નો ઘણા બધા છે . વિચાર માંગી લે એમ છે.
એના જવાબો મહાભારત ગ્રંથ માં છે ટીવી સિરિયલ માં નહિ.
અંતમાં એટલું કે વધારે કઈ કેહવાય ગયું હોય તો માફ કરજો.
વાંચવા બદલ આભાર 🙏🏻
(n/n)
@Bhavesh_bharvad વાંચજો એક વાર
તે દિવસે બાકી રહી ગયું હતું..
આજ રજૂ કર્યું છે .🙏🏻
Little Intresting start (but that's not the start)
It started now with the past so need to remember start because it will be the ending or middle🙄
Confusing ?
👇🏼👇🏼
No.. Now a days it's the pattern of stroy telling 😀
Doctor's drug May be another Level drug with prescription! 😵 (May be 🤷🏻♂️)
Kisiko maths samajh me nahi aati kisiko science lekin mujhe Moral Science samajh nahi aati : @ritwikbhowmikk
Quite Understandable 😁
👇🏼👇🏼
"Excitement me kiya gaya kam kabhi consequences nahRKi dekhta"- Quote of the Episode 👏🏼👏🏼
@ravikishann ki entry not as usual as Khatarnak villain ..Little surprise 😎
Bazar main Doctor Dulhe ka kya Rate chal raha hai pata hai aapko ??
આજે "તત્વમસિ" વાંચી ને પૂરી કરી
"રેવા" ફિલ્મ પહેલા જોય ચૂક્યો હતો એટલે જેમ જેમ પુસ્તક વાંચતો ગયો તેમ તેમ રેવા ફિલ્મ ના દર્શ્યો નજર સમક્ષ ચાલતા હતા.
છતાં પણ એટલું ચોક્કસ પણે કહીશ કે પુસ્તક નો જાદુ અલગ હોય છે
ફિલ્મ માં તો તમને જે દેખાડવા માં આવશે એટલું જ તમે જોવાના
૧/n
જ્યારે પુસ્તક વાંચતા હોય ત્યારે એવું કોઈ બંધન નથી તમે જેમ જેમ વાંચતા જાવ એમ એમ તમે તમારા મન ની અંદર પુસ્તક ના શબ્દોની અસર થી એક અલગ વિશ્વ ઉભુ કરતા જાવ છો અને આ વિશ્વ તમારું હોય છે અને જાણે તમે જ એ વિશ્વ માં ફરી રહ્યા છો એવી પ્રતીતિ થાય છે..
(૨/n)
તત્વમસિ વાંચ્યા પછી એવી જ પ્રતીતિ મને થઈ રહી છે . જાણે હું હમણાં જ નર્મદાના કિનારે અને હરિયાળી પ્રકૃતિની વચ્ચે જઈ ને આવ્યો ન હોય !
જ્યારે જ્યારે નાનીમાં ના ઘર ની વાત આવતી ત્યારે કંઇક અલગ પ્રકાર ની સંવેદના અનુભવતો હોય એવું લાગ્યું જાણે કંઇક મારી આસપાસ ની જ વાત ન હોય !
(૩/n)
જ્યારે કોઈ સમાજનું એક વ્યક્તિ કંઇક બહુ જ સારું,ગર્વ લેવા જેવું કાર્ય કરશે ત્યારે લગભગ આખો સમાજ આવી ને કહેવા લાગશે કે અમારા સમાજ ના છે અમારા સમાજ નું ગૌરવ અમારા તો ખૂન માં જ હોય અને ફલાણું-ઢિકણુ...
આવી જ રીતે કોઈ વિભાગ ના કર્મચારી દ્વારા સારું કાર્ય થાય ત્યારે👇🏼👇🏼
આખો વિભાગ જશ લેવા આવી જશે કે અમારા વિભાગ નો કર્મચારી છે અને અને ફલાણું-ઢિકણુ...
પણ જ્યારે એ જ સમાજ નો કોઈ અન્ય વ્યક્તિ કે એ જ વિભાગ નો અન્ય કર્મચારી ન કરવાનું કાર્ય કરી બેશે (કયું કાર્ય એ તમે જાણો જ છો) ત્યારે એ જ સમાજ અને વિભાગ ના લોકો એવું કહેતા નજરે પડશે કે 👇🏼👇🏼
કોઈ એક વ્યક્તિ ની કરતૂત પર આખા સમાજ નું નામ બરબાદ ના કરવું જોઈએ કે એના લીધે કોઈ વિભાગ પર આરોપો ના મૂકવા જોઈએ...
તો સારા કાર્ય વખતે તો બધા જશ લેવા આવી ગયા હતા તો હવે કેમ પાછળ હટી રહ્યા છો બન્ને વ્યક્તિ સમાજ નો જ ભાગ છે ને ?
વિશ્વ માતૃભાષા દિવસ ના રોજ આજ એક નાનકડી વાર્તા રજુ કરી રહ્યો છું..
વ્યાકરણ ની ભૂલ હશે જ જે બદલ માફી ચાહું છું..
એક વાર વાંચવા વિનંતી 🙏🏻😊
👇🏼👇🏼
એસટી બસ ની બારી વાળી સીટ પર બેઠો હલકા હવા ના જોંકા ખાતો ખાતો મયુર વિચાર માં પડેલો છે.બારી બહાર થી રોડ ની સાઇડ માં દેખાતા બાવળિયા ને જોતો જાય છે ને વિચારતો જાય છે કે અત્યારે હું આ સફર તો કરી રહ્યો છું એતો માત્ર એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવા માટેની છે,
👇🏼👇🏼
પણ વાસ્તવમાં ક્યાં જઈ રહ્યો છું એ તો ખબર જ નથી,બસ જિંદગી ચાલ્યે જ જાય છે.પણ કોઈ લક્ષ્ય વગર ચાલ્યે જવાથી કદાચ જિંદગી ચાલવામાં જ વિતે જશે.
આવા આવા વિચાર કરતો હતો એટલા માં આગલું સ્ટેશન આવી ગયું પણ એનું ધ્યાન બારી બહાર જ હતું એટલે એને તો ખબર ન હતી કે બસ માં કોણ ચડ્યું ને કોણ ઉતર્યું!
નિષ્ફળ થવું કોને ગમે?
કોઈને નહિ! છતાંય આપડે બધા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતાં જ હોય છીએ.નિષ્ફળ થવું કે ફૈલ થવું એ માત્ર ભણતર ની પરીક્ષા માટે જ નથી,જીવન માં પણ ઘણી પરીક્ષાઓ આવતી હોય છે.
👇🏼👇🏼👇🏼👇🏼
કોઈ વ્યક્તિ એક પરીક્ષા માં નિષ્ફળ જાય તો ગભરાવા ની જરૂર નથી કારણ દરેક વ્યક્તિ ક્યારેક તો નિષ્ફળ થયો જ હોય છે.તમે જે ક્ષેત્ર માં ફૈલ થયાં એમાં કદાચ બીજા પાસ થયાં હશે પણ એ લોકો બીજા કોઈ ક્ષેત્ર માં નિષ્ફળ ગયા હશે.
જેમ સફળતા જીવન નો ભાગ છે એમ નિષ્ફળતા પણ જીવનનો ભાગ જ છે.
👇🏼👇🏼👇🏼
સફળ લોકોએ પણ નિષ્ફળતા જોય જ હોય છે ત્યારે જ એ સફળતા સુધી પહોંચી શક્યા હોય છે.કોઈ વ્યક્તિ ભણતરમાં ફૈલ થાય કોઈ સંબંધો નિભાવવામાં,કોઈ વ્યવહાર માં,કોઈ મિત્રતા માં તો કોઈ પ્રેમ માં આવા તો ઘણાં મુદ્દા હશે જેમાં વ્યક્તિ ફૈલ થઈ શકે પણ એમાં મળેલ નિષ્ફળતા થી હતાશ થઈ જવાની જરૂર નથી.
👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ મોટાભાગ ના એ જોય લીધી હશે..
વેબ સિરીઝ ના બઉ વખાણ થયા છે all over...
દમ તો છે બોસ ...👌🏼👌🏼
But Today let's discuss some other Points of the Harshad Mehta Story...
👇🏼👇🏼👇🏼
વેબ સિરીઝ જોય ને એવું તો લાગ્યું હશે કે પત્રકાર સુચેતા દલાલ is the real hero..
બે ઘડી એમના કાર્યો ના વખાણ કરવાનું મન થઇ આવે કે કેવી કેવી પરિસ્થિતિ માં મેડમ એ માહિતી મેળવી અને બધું ખુલ્લું પાડ્યું, એ નો હોત તો દેશ નું શું થાત!
True Journalist !
👇🏼👇🏼👇🏼
પણ,
તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ જે બુક પર આધારિત છે એ બુક ના લેખક જ આપડા true Journalist સુચેતા દલાલ મેડમ છે...
તો તમે જ ક્યો કોઈ પોતાની જ પુસ્તક માં પોતાને ખરાબ બતાવે ખરા?
એટલે જ તો તમને સોરી આપણને સુચેતા મેડમ hero લાગ્યા..
👇🏼👇🏼👇🏼