આજે વિશ્વભરમાં અનેક ગુનાઓમાં આરોપીની ઓળખ માટે વપરાતી ફિંગરપ્રીન્ટ ટેકનિકની સૌપ્રથમ શરૂઆત ભારતમાં થઇ હતી, આઝાદી પહેલાં સરકારી દસ્તાવેજોમાં ભ્રષ્ટાચારને રોકવા સૌપ્રથમ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. #AskGeroy@dineshdasa1
(1/n)
1852, હુગલી કોર્ટમાં સર વિલિયમ જેમ્સ હર્ષલ નામનાં અંગ્રેજ મેજિસ્ટ્રેટએ સૌપ્રથમ વખત ઓળખ નક્કર કરવાં ભારતીય બિઝનેસમેન રાજ્યાધર કોનાઈના સરકારી દસ્તાવેજ પર ફિંગરપ્રિન્ટના નિશાન લઇને ખરાઈ કરી હતી.
(2/n)
ખાસ રસપ્રદ વાત એ હતી કે એ સમયે અંગ્રેજો ભારતથી સૌથી વધુ ઇન્ડિગો ડાઈનું નિકાસ કરતું હતું જેનો ઉપયોગ પાછળથી ફિંગરપ્રિન્ટના સ્ટેમ્પ પેડની બનાવટમાં થવા લાગ્યો હતો.
(n/n)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
આજે #InternationalWomensDay પર ચાલો ગુજરાતની એક એવી વીરાંગનાની વાત કરીએ જેની ઇતિહાસના પાને ઝાંઝી નોંધ નથી લેવાય પણ તેમનું શૌર્ય અને બહાદુરી પુરુષથી સહેજ પણ ઉણુ ઉતરે એવી નહતી. આપણે વાત કરી રહ્યાં છીએ "રાણી જીજીમાં" ની.
રાણી જીજીમા હાલાવાડ (આજનું ધ્રાઘધ્રા) ના ઝાલા વંશના રાજા ગજસિંહની પત્ની હતી. તે એક કુશળ વ્યૂહરચનાકાર અને વાટાઘાટકાર; જે તેના સમયના રાજકીય તત્વજ્ઞાનમાં સારી રીતે વાકેફ; અશ્વવિદ્યા નિપુણ સાથે કુશળ યોદ્ધા; અને શાહી દરબારની અંદર અને બાહ્ય સાથીઓ વચ્ચે એક પ્રભાવશાળી નેતા.
તે એક બહાદુર, નિર્ભીક રાજપૂતાની હતી જેણે તેના પતિ અને પુરુષ સગપણોને યુદ્ધ માટે શપથ લેવડાવી તેમનું લશ્કરી ફરજ શીખવ્યું; નિર્ભય માતા જે તેના પુત્રની તેની મિલકતનું રક્ષણ કરે છે અને સક્ષમ શારીરિક અને મજબૂત ઇચ્છાવાળી યોદ્ધા, જે તેની તલવાર લઈને ઘોડા પર ચડી મેદાને લડવા હંમેશાં તૈયાર.
આપણાંમાંથી કદાચ ઘણાંને ખબર હશે જુનાગઢ પાસે ગિરનાર આગળ મૌર્યવંશના શાસક અશોકના પ્રસિદ્ધ ૧૪-શિલાલેખો આવેલા છે પણ આ ૧૪ શિલાલેખોના મતલબ ભાગ્યે જ કોઈકને ખબર હશે. અશોકે કલિંગના યુદ્ધ બાદ અહિંસા સ્વીકાર્યા બાદ આ શિલાલેખો રાજ્યમાં ખૂણે ખૂણે કોતરાવ્યા હતાં. @dineshdasa1@GujaratHistory
અશોકના શિલાલેખમાંનો પહેલો લેખ પ્રાણી હત્યા અને ઉત્સવ સંમેલનો પર રોક લગાવવા પર છે. @thakkar_solar@PriteeKM
બીજો શિલાલેખમાં માણસો અને પ્રાણીઓની સેવા, તથા પાંડ્ય - સત્યપુરા- કેતલપુત્ર જેવાં દક્ષિણના રાજાઓ અને ગ્રીક રાજા અંતિયકનો ઉલ્લેખ કરે છે.
"જેવું કામ તેવાં દામ", "દામ કરાવે કામ", "આમ કે આમ ગુટલીઓ કે ભી દામ" આ કહેવાતો વિષે તમને જરૂરથી ખ્યાલ હશે પણ ક્યારે વિચાર્યુ છે આ દામ - રૂપિયા/ધનની પાછળની કહાની?
ભારતમાં સિકંદર કરતાં પણ વધારે વિજયકૂચ કરનાર વિદેશી રાજા એટલે યવન(Greek) રાજા મિનનંદર/ મેનન્દ્ર જે પાછળથી બૌદ્ધ ધર્માનુરાગી થયા બાદ "રાજા મિલિન્દ" તરીકે વધારે પ્રસિદ્ધ થયો તેને પૂર્વમાં અયોધ્યા,પાટલીપુત્ર સુધી અને દક્ષિણમાં સૌરાષ્ટ્રને પાર દક્ષિણ ગુજરાત સુધી વિજયકૂચ કરેલ.
તેના શાસન કાળ દરમ્યાન તેણે તાંબાના ગોળ સિક્કા પ્રચલીત કર્યા હતાં. જેની આસપાસ Basileos Soteros Menandrou એવું ગ્રીક ભાષા માં લખાણ જોવા મળતું બીજી બાજુમાં ગ્રીક દેવી એથેના ની આકૃતિ દોરેલી હતી જેની ફરતે ખરોસ્થી લીપી માં महारजस त्रतरस मेनंद्रस એવું પ્રાકૃત ભાષા માં લખાણ હતું.
આજે દરેક દેશનાં, રાજ્યનાં, સંસ્થાનાં કે વ્યક્તિ વિશેષનાં ધ્વજ જોવા મળતા હોઈ છે. પરંતું મહાભારત સમયના અર્જુનનાં ધ્વજમાં હનુમાન/કપિની પ્રતિકૃતિ હતી એ સિવાય બાકીના પાંડવ બંધુઓનાં ઘ્વજ વિશે જવલ્લે જ માહીતી હશે તો ચાલો આજે દરેક પાંડવ ભાઈ ઓનાં ધ્વજ વિશે જાણીએ.
અર્જુન :
અર્જુન નાં ધ્વજ નું નામ કપિ ધ્વજ હતુ. ધ્વજમાં હનુમાન/કપિ ના મુખ અને લાંબી પૂંછની નિશાની એ સામે દુશ્મનોનાં ખેમામાં આતંક મચાવવા માટે સાંકેતિક હતી.
ભીમ :
ભીમનાં ધ્વજનું નામ સિંહધ્વજા હતુ. તેમાં ખાસ આંખો હિરાઝવેરાત થી સુશોભિત હતી. એવું પણ માનવામાં આવે છે કે હરપ્પા સંસ્કૃતિ માં ઉલ્લેખ છે એ lapis lazuli (જમણો ફોટો) નામનાં ખાસ કિંમતી પથ્થર થી આંખો ને શણગારવામાં આવી હતી.
ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામ થી આ નગર નું નામ પડી આવ્યુ છે. @GujaratHistory@dineshdasa1
ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇ ના કિલ્લા ને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશ દ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો.
હીરા ગેટ સાથે એવી લોકવાયકા પણ છે કે,આ ગેટના નિર્માણ બાદ રાજા આ સ્થાપત્યથી ઉપરી કોઈ બીજું નિર્માણ ના થાય એ હેતુંથી કારીગરોને જીવતાં ચણી નાખવાનો હુકમ કર્યો હતો પરંતું પાછળથી કારીગરોની પત્નીઓની બુદ્ધિની કરામતે દરેકના જીવ બચાવ્યા હતાં આ ગેટના શિલ્પકાર હરિધર પરથી હિરા ગેટ નામ પડ્યું.
ઘણાં લોકોના મોઢે અને સમાચારપત્રો માં કોરોના નો રાફડો ફરી ફાટ્યો, સેકંડ વેવ વગેરે શબ્દ પ્રયોગો જૉવા મળ્યા છે અને સાચી રીતે તે લોકોની બેદરકારી નું પરિણામ પણ છે. પણ જોડે જોડે એક બીજું પાસું પણ વિચારવા જેવું છે અને તે છે "સરકારની કામગીરી" @DeepalTrevedie
સપ્ટેમ્બરના મધ્ય બાદ જે રીતે ટેસ્ટની કામગીરી ઘટાડી શું ખરેખર કોરોના ને નાથવામાં આપણે સફળ થયા હતાં? કે તેના લીધે દેખીતો કોરોના જ કથિત કાબૂમાં આવ્યો હતો? અને જો એવું ના હોય તો જે રીતે સરેરાશ ટેસ્ટ લેવાતાં હતાં એ જોતા હાલની પરિસ્થિતિ જેટલું જ સરેરાશ કોરોના રહેતો હોત.
તો આમ અચાનક ટેસ્ટ ઘટાડવાનું કારણ શું? કારણ કે ટેસ્ટ જો ઘટયા ના હોત તો કોરોના એજ ગતિએ પેપર ના આંકડાઓ પર દેખાતો જ. તો ત્યારે જ બીજા રાજયો અને કેન્દ્ર ની ગાઈડ લાઈન ને વાદે ચાલી નાહક નું લોકોને ભરમાવી, અને પોતાના રાજકીય તાયફા સંતોષી કોરોના ને આવકારવાની વિધિ નો મતલબ શું?