આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે. /૧
હોય પાણી કળશ્યે ગરમ
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય.
પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે./૨
શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ચર છાય,
ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા
શુક્રવારનાં વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલાં રહે તો ભડલી કહે છે વરસ્યા વગર ન રહે./૩