#Thread

થોડો લાંબો થ્રેડ છે એટલે છેલ્લી ટ્વીટ સુધી રાહ જોઇને વાંચશો તો મજા પડશે.

આભાર.

#GujaratElectionResult
હું આંકડાનો માણસ નથી, સાચું કહું તો આંકડા મને ગભરાવે છે. પરંતુ ક્રિકેટ, ફિલ્મો અને રાજકારણમાં એક સરખો રસ છે અને એ રસનો ઉપયોગ કરતાં કદાચ મને આવડે છે એમ હું નમ્રતાપૂર્વક માનું છું. પહેલીવાર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પરિણામનું અગાઉથી આકલન કરવાની કોશિશ કરી હતી.

👇
એ વખતે મારું આંકલન સચોટ નીવડ્યું હતું. એવી જ રીતે 2012માં પણ થયું હતું. 2017માં મેં તે સમયની પરિસ્થિતિ જોઇને 100 થી 110 જેટલી બેઠકો ભાજપ જીતશે એમ કહ્યું હતું અને ભાજપ 99 પર અટકી ગયું હતું. પરંતુ 2019નું વર્ષ અને આજનું પરિણામ લગભગ સરખાં છે.

👇
તે વખતે મેં મિત્રોને કહ્યું હતું અને કદાચ ફેસબુક પર પણ હશે કે ભાજપ પાસે મોદીનો અન્ડર કરંટ છે પણ કેટલો છે એ ખબર નથી પડતી એટલે જો જબરદસ્ત અન્ડર કરંટ હશે તો ભાજપ એકલું 300 વટી જશે અને ભાજપે 303 બેઠકો લીધી. આ ટ્વીટ જેનો સ્ક્રીન શોટ મુક્યો છે એ લખતી વખતે પણ આ જ ફીલિંગ હતી.

👇
મતદાનના બે દિવસો દરમ્યાન ટીવી ચર્ચામાં પણ મેં આ દોહરાવ્યું હતું જે નીચે લખ્યું છે.આટલું જ નહીં એકાદ મહિના અગાઉ ભૂલથી કોઈ વામપંથી પત્રકારની ચેનલ માટે લાઈવ આવ્યો હતો ત્યારે પણ મેં આ જ કહ્યું અને બીજા પેનલીસ્ટ હસ્યાં હતાં.આજે એ ભાઈ ભાજપ હિમાચલ દિલ્હી હાર્યું એની યાદ મને અપાવે છે.👇
વાત ફક્ત એટલી જ છે કે જ્યારે તમારા રસનો વિષય હોય ત્યારે તમે કોઇપણ પ્રકારની ઘોષણા કરતાં અગાઉ વધુ ધ્યાન રાખો છો, અભ્યાસ કરો છો એટલે તમે લગભગ સાચાં પડો છો. ફક્ત રાજકીય વાતાવરણ અને છેલ્લા છ થી આઠ મહિનામાં સરકાર વિરુદ્ધ કેવો ગુસ્સો છે એનું ધ્યાન હું રાખતો હોઉં છું.

👇
જો એમાં કશું ખાસ અથવાતો નોંધપાત્ર ન દેખાય તો મારી ભવિષ્યવાણી ભાખી અને ફેસબુક જેવા જાહેર મંચ પર મૂકી દેતો હોઉં છું. આ વખતનું વાતાવરણ જ એવું હતું અને ભાજપના ઘણાં મિત્રોને મેં કહ્યું હતું કે જો આ વખતે તમે 120 બેઠકો ન જીતો એટલે 119 પણ જીતશો તો તમારા માટે શરમની વાત કહેવાશે.

👇
150+નો આંકડો એટલે નક્કી કર્યો કારણકે આ વખતે કોંગ્રેસ મેદાનમાં ન હતી. તારીખો જાહેર થઇ તે વખતે એવું લાગ્યું કે હવે કદાચ કોંગ્રેસ પોતાનો પ્રચાર આક્રમક કરશે, પણ એવું ન થયું.

👇
બીજું, જ્યારે ત્રીજો પક્ષ મેદાનમાં હોય ભલે નવો સવો હોય પણ પ્રચાર દ્વારા લોકોને એટલીસ્ટ એવું સમજાવી શકે કે હું પણ છું ત્યારે તકલીફ પડે.

👇
એક સરળ તર્ક છે કે જ્યારે સત્તાધારી પક્ષને મત આપનાર મતદાર હોય ત્યારે એની પસંદગી એક જ છે, પરંતુ વિરોધી મત આપવા જનાર માટે આ વખતે બે ઓપ્શન હતાં. પણ આપ નવી પાર્ટી હોવાથી એ ભાજપને ઓછું હેરાન કરે પણ વિપક્ષી મત લેનાર કોંગ્રેસને વધુ કરે એ સ્વાભાવિક છે.

👇
અને આથી જ કોંગ્રેસના મત ઓછા થાય અને ભાજપના ઓછા થાય પણ કોંગ્રેસ જેટલાં નહીં કારણકે મત વિરોધનો કપાય છે. આથી આપ સત્તામાં તો ન આવે પણ કોંગ્રેસનું ગણિત ખરાબ કરી નાખે અને એને પણ જીતવા ન દે. આ સરળ તર્કના આધારે મેં ઓછામાં ઓછી અને મહત્તમ બેઠકોની આગાહી કરી હતી.

👇
છેલ્લે પણ નમ્રતાપૂર્વક કહીશ કે જો તમારાથી વિરોધી વિચારધારા ધરાવતા વ્યક્તિ કોઈ મત જાહેર કરે તો એ કાયમ હાસ્યાસ્પદ ન જ હોય અથવાતો એકપક્ષી પણ ન હોય. જો એવું હોત તો 2017માં મેં 100-110ની આગાહી ન કરી હોત.

👇
આજે સતત ચાર વિધાનસભા ચૂંટણીઓના પરિણામો અંગે મારી સહુથી વધુ સાહસિક આગાહી સાચી પડી એનો મને ખુબ આનંદ છે. ભારતના રાજકારણના ફેન તરીકે મને આ દિવસ કાયમ યાદ રહેશે. ટ્વીટર પર મને અપશબ્દો કહીને મારી આગાહી અંગે મારું અપમાન કરાયું હતું તેનો જવાબ હું આવતીકાલે આપીશ.

👇
સ્ક્રીનશોટ વાળી ટ્વીટ મેં પીન કરી છે જે આપ મારી પ્રોફાઈલ વિઝીટ કરીને જોઈ શકશો.

🙂

આવજો!

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Siddharth Chhaya - સિદ્ધાર્થ છાયા 🇮🇳

Siddharth Chhaya - સિદ્ધાર્થ છાયા 🇮🇳 Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(