હોસ્પિટલોની રેમડેસિવિર માટેની વ્યથા પણ સમજવી જરૂરી છે. Thread.

સરકાર એવી જાહેરાતો કરે છે કે અમે હોસ્પિટલોને રેમડેસિવિર આપીએ છીએ પણ હકીકત અલગ છે. એક હોસ્પિટલ કે જેમાં મારા સગાં દાખલ છે તેમને ડોકટરે રેમડેસિવિર આપવાનું કીધું છે. હોસ્પિટલ તરફથી સરકારમાં ઈમેલ અને લિસ્ટ જાય છે. (1/n)
હોસ્પિટલની પાસે 150 દર્દીઓ છે, જેમાંથી લગભગ સોએક લોકોને એની જરૂર હોય છે પણ સરકાર કેટલાં ઇન્જેક્શન આપે છે? માત્ર 27. આજના 27, ગઇકાલે 40 આપેલા, પરમદિવસે 57 આપેલા. પછી છેલ્લી ઘડીએ હોસ્પિટલ દર્દીના સગાંને ફોન કરે કે અમારાથી વ્યવસ્થા થઈ નથી તમે દવા લઈ આવો. (2/n)
ત્યારે લાઈન ના લાગે, કાળા બજાર ના થાય તો શું થાય? સરકારની પેનલના ડોકટરો ભલે કહેતાં હોય કે રેમડેસિવિરથી ફાયદો થતો નથી વગેરે વગેરે પણ દર્દીના સગાં નજર સામે પરિસ્થિતિમાં સુધારો થતાં જુએ છે એનું શું? (3/n)
છ મહિના પહેલાં જ્યારે એક સંબંધી દાખલ થયેલાં ત્યારે ડોકટર એમની 19 વર્ષની છોકરીને જબરદસ્તી રેમડેસિવિર આપવાનું કહેતાં હતાં અને એમણે ના પાડી ત્યારે કહે કે સરકારી પ્રોટોકોલ છે કે દાખલ થયેલાં દર્દીને આપવી જ પડે. તો હવે પ્રોટોકોલ બદલાઈ ગયાં? (4/n)
વળી સરકારી અધિકારીઓ એવી દલીલ કરે છે કે આઇસીયુ, ઑક્સિજન પર કે HDU માં હોય તેવા દર્દીઓને જ રેમડેસિવિર આપીશું. તો શું દર્દીને ઑક્સિજનની જરૂર પડે એવી સ્થિતિમાં પહોંચે ત્યાં સુધી અમારે રાહ જોવાની? (5/n)
ચાલો એ રાહ જોવા પણ તૈયાર થઈએ, પરંતુ પાછળથી જરૂર પડે ત્યારે તમે તાત્કાલિક ઑક્સિજન બેડ આપવાની ગેરંટી આપો છો? ગઇકાલે જ એક સંબંધી માટે વેન્ટિલેટર મેળવવાના હવાતિયાં મારી ચૂક્યા છીએ. એમને ગુમાવી ચૂક્યા છીએ. અને રોજ રેમડેસિવિર માટે ફોન કરીએ છીએ ને ધક્કા ખાઈએ છીએ. (6/n)
આવી સ્થિતિમાં કોઈપણ બાંહેધરી પર કેવી રીતે વિશ્વાસ કરવો? અને રોજેરોજ જ્યાં સરકારી નિયમો બદલાતાં હોય ત્યારે તો એ બિલકુલ જ શક્ય નથી. હા એક સારી વાત થઈ છે એનો સ્વીકાર કરવો રહ્યો, આજે Drive through facility માં ટેસ્ટ કરાવ્યો અને પરિણામ 6-7 કલાકમાં મળ્યું. (7/n)
જે પહેલાં કરતાં ઘણું સારું કહેવાય. અગાઉ 24-36 કલાકે રિપોર્ટ મળતો હતો. પણ રેમડેસિવિરની માથાકૂટ તો ચાલુ જ છે. આશા રાખીએ કે આ અઠવાડિયામાં પરિસ્થિતિમાં સુધારો આવે. (8/8)

#remdesivir #ahmedabad #covid19

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Tushar Acharya

Tushar Acharya Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Hasyaroopam

19 Apr
અમદાવાદમાં રેમડેસિવિર કેવી રીતે મેળવશો? A Thread.

સરકારની જાહેરાત મુજબ અમદાવાદના કોવિડ દર્દીઓ માટે હોસ્પિટલમાં કે ઘેર બેઠાં રેમડેસિવિર પહોંચાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. તે માટે આટલું કરવું.
(1/n)
જો તમે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ હો તો તમારે સી-ફોર્મ ભરવાનું છે. આ ફોર્મમાં જે કર્મચારી દવા લેવા જશે તેની વિગતો, દર્દીની વિગતો ભરવાની રહેશે. આ ફોર્મની સાથે તમારે દર્દીના RT PCR રિપોર્ટની કોપી, દવા લેવા જનાર કર્મચારીના આઈડી કાર્ડની કોપી પણ જોડવાની રહેશે. (2/n)
આ બધા જ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત એટલે કે self attested કોપી PDF format માં અહીં આપેલા ઇમેઇલ આઈડી પર મોકલવાની રહેશે.
Email ID : remdesivir.tossilamc@gmail.com
(3/n)
Read 10 tweets
28 Nov 20
બે હાથ જોડીને, માથું નમાવીને વિનંતી છે.. સમયસર ટેસ્ટ કરાવો. "સાદી ખાંસી છે".. "આ તો સિઝન બદલાઈ છે ને એટલે"... "બહુ કામ કર્યું છે એટલે શરીર તૂટે છે".. "આ તો સિઝનલ તાવ છે".. મને તો એલર્જી છે એટલે શરદી થાય જ છે.." એવા બહાના કાઢીને જાતને છેતરશો નહીં. (1/n)
સક્ષમ હો તો પ્રાઈવેટમાં કરાવો જેથી સરકારી તંત્ર પર વધુ પડતો બોજ ન પડે.. પ્રાઈવેટની નૈતિકતા પર શંકા હોય કે અસક્ષમ હો તો સરકારીમાં કરાવો.. જે કરાવવું હોય તે કરાવો. પણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવો. મોડું ના કરશો. (2/n)
લક્ષણો દેખાય તો બેદરકાર બનીને ઘરમાં ફરફર ના કરશો. પાણીના માટલે જઈને ચોંટશો નહીં. એક જ ડાઇનિંગ પર બેસીને જમશો નહીં. આઈસોલેટ કરો. માસ્ક પહેરો. "ઘરમાં પણ" માસ્ક પહેરો. હવા ઉજાસવાળા રુમમાં આઈસોલેટ થાઓ. બારીઓ બંધ કરીને અંધારિયા રૂમમાં પડ્યા રહેશો નહીં. (3/n)
Read 12 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!