Geroy Profile picture
12 Oct, 7 tweets, 4 min read
વિચારો કે, કાલે ઉઠીને તમને કહેવામાં આવે કે નાનપણથી ભૂગોળમાં જે નકશાને આપણે ભણતા અને જોતાં આવ્યા છે એ ખરેખર ખોટો છે. વિમાસણમાં પડ્યા ને? પણ ખરી સત્યતા એજ છે કે વિશ્વનો કોઈ નકશો સાચો નથી દરેકમાં કોઈને કોઈ ખોડ ખપણ રહેલી જ છે. @dineshdasa1
@MehHarshil @saliltripathi

(1/n)
તમે અને મે પોતે આજ સુધી વધારે જે નકશાથી પરિચિત રહ્યા છે એ નકશાને "મર્કેટર નકશા" તરીકે ઓળખવામાં આવે છે જેને ગેરાડસ મર્કેટર નામના નકશાકાર દ્વારા ૧૬મી સદીમાં બનવવામાં આવ્યો હતો અને આજ દિન સુધી મોટાભાગે navigation માં વાપરવામાં આવે છે. ગૂગલ મેપમાં પણ આજ નકશો વપરાય છે.

(2/n)
આ મર્કેટર નકશાને બનાવવા માટે પૃથ્વીના ગોળાની ફરતે નળાકાર આકાર પર પૃથ્વીના કેન્દ્ર પરથી લઇ નળાકાર આકરની અંદરની સપાટી પર તેનું પ્રક્ષેપણ ( projection) લઈ તેને સપાટ આકર આપવામાં આવ્યો છે. (ચિંતા ના કરો ખબર ના પડી હોઈ એ એના પછીની ટ્વીટ જુએ)

(3/n)
Engineering graphics વિષય ભણ્યા હશે તેમને ખબર હશે આ પ્રક્ષેપણ (projection) કઈ રીતે લેવામાં આવે છે(iso અને ortho, યાદ આવ્યુ ને? ) વધારે સરળતા થી સમજવું હોઈ તો લગ્ન પ્રસંગે અલગ અલગ જગ્યાએ હેલોજન મૂકેલા હોઈ ત્યારે તમારાં પડછાયા કેવાક અલગ અલગ દિશા થી જોતા અલગ અલગ આવે છે.

(4/n)
મુદ્દા પર આવીએ, મર્કેટરના નકશામાં દેશનો આકર તો જળવાતો હતો પરંતુ એનું ક્ષેત્રફળ સાથે આસમાન જમીન નો ફર્ક આવતો હતો. દા. ત. સામાન્ય નકશામાં જોતા ગ્રીનલેન્ડ અને આફ્રીકા તમને મહંદઅંશે સરખા લાગશે પરંતુ રિયાલિટી માં ગ્રીનલેન્ડ એ આફ્રીકા કરતાં ૧૪ ગણો નાનો છે.

(5/n)
હાલમાં અલગ વપરાશના હેતુથી ઘણા બધા પ્રક્ષેપણ આધારિત નકશા પ્રવર્તે છે. આ બધામાંથી સત્તાવાર રીતે ૧૯૯૮માં, The National Geographic Society દ્વારા Winkel Tripel નો નકશો તેના આકર અને ક્ષેત્રફળના સમતોલન માટે માન્ય રાખવામાં આવ્યો છે જોકે એમાં પણ ખામી તો છે એ નોધવું રહ્યું.

(6/n)
Bonus: એક conspiracy theory અનુસાર મર્કેટર નકશાને યુરોપીયન લોકોની દક્ષિણ ગોળાર્ધમાં તેમની સર્વોપરિતા જાળવવા તથા પ્રભુત્વ ફેલાવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો એવું ઘણા વિશ્લેષકો માને છે. જ્ઞાન સાથે ગમ્મત માટે "thetruesize.com" વેબસાઇટની મુલાકાત લો 😜

(7/n)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Geroy

Geroy Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ardent_geroy

14 Oct
આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? @dineshdasa1 Image
આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
મુહમ્મદ બિન તુગલક એ રાતોરાત પોતાની રાજધાની દિલ્હી થી ખસેડી ને દૌલતબાદ (મહારાષ્ટ્ર) કરી હતી. તમે વિચારી શકો છો કે રાતોરાત પોતાનું ઘરબાર છોડી બીજે સ્થળાંતર કરવામાં કેવી હાલાકી આવી હશે વાત અહી નથી અટકતી બાદશાહનો મિજાજ બદલાતા પાછું દિલ્હી રાજધાની કરી હતી. Image
Read 7 tweets
21 Aug
અંગ્રેજો ખોટા નહોતા કે અંદરો અંદર લડાવીને જ ભારત પર રાજ કરી શકીશું.ત્યારે દેશી રજવાડા હતા આજના સમયે વિવિધ રાજયો અને પક્ષો. વિશ્વના સંપન્ન દેશો ભ્રષ્ટાચાર બાજુ પર મૂકી પોતાના દેશના લોકોનું વિચારવા આગોતરા પગલાં લઈ રહ્યું છે અને ભારતમાં એકબીજાથી બાખડવામાંથી ઉંચા આવતા નથી.
કામની પ્રાથમિકતા આપવાની અણસમજ અને દેખાડો કરવાને નામે ભોપાળાં કરવાના તાગમાં અને પોતાના જરૂરિયાતની પાયાની જરૂરિયાતના બદલે કામ વગરની પંચાતમાં ધ્યાન કેન્દ્રિત કરીને દેશ આ મહામારી સામે બાકીના દેશ કરતા વામણો સાબિત થઈ રહ્યો છે. પુર આવે પાડા ના બંધાય. સમય સૂચકતા વાપરી જાણો તો જ થશે.
સાસ-વહુના ઝઘડાની માફક ચાલતા ટીવી ડીબેટ કરતા કૈક હેતુસભર ચર્ચા ને સ્થાન મળે અને બીજા દેશની જેમ ઊભા કાંઠલે સરકાર ને પ્રશ્નો કરી શકે તથા સરકાર ને ક્યારેક દેશપાયોગી કામ કરવા ફરજ પડાવે એવું નીડર મીડિયા લોકશાહી ના ચોથા સ્તંભ ની ફરજ અદા કરે તો કંઇક બદલાવ શક્ય છે. બાકી રામભરોસે...
Read 4 tweets
8 Jun
યુનાઈટેડ નેશન્સએ તેની ૨૦૦૮ ની જનરલ અસેમ્બલી માં ૮ જૂન ને " વિશ્વ મહાસાગર દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દેશો એ ૧૯૯૨ માં યુએન ની રીઓ દી જનેરો ખાતે થયેલ પર્યાવરણ લક્ષી પરિષદ માં પ્રથમ વખત જાહેર થયા બાદ થી જ મનાવવાનું શરૂ કરી દીધું હતું.

૧/n
દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.

૨/n
મહાસાગરો પૃથ્વી ની સપાટી ના બે તૃતીયાંશ કરતાં વધુ ભાગ ને આવરે છે અને કુલ પાણી ના ૯૭% પાણી નો સમાવેશ કરે છે. માછીમારો, જહાંજ બનાવનાર વગેરે જેવા અનેક ધંધા સાથે સંકળાયેલ ૩ અબજ થી વધુ લોકો ને રોજગારી પૂરી પાડી ગરીબી નિવારણ માં પણ મહત્વ નો ભાગ ભજવે છે.

૩/n
Read 16 tweets
23 May
ઘણા ના મન માં કુતુહલ હસે કે ૨૦૧૪-૧૫ વખતે થયેલા કાયદા સુધારા ને અત્યારે ફરી ચીતરવાનો શું મતલબ? અંધારી બાજુ જાણવાની એટલા માટે જરૂર કે જે દશા રાજસ્થાન ના શ્રમિકો ની થય એજ દિશા માં બાકીના રાજ્યો પણ આગેકૂચ કરી રહ્યા છે. અને રાજસ્થાન ના એ કાયદા સુધારણા મોડેલ ને અપનાવી રહ્યા છે.

૧/n
૨૦૧૪-૧૫ માં બીજેપી સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ ના નામે કરાયેલા સુધારા પાછળ નું મજૂર વર્ગ ના હક નું હનન ઘણુંજ ચૂપકીદી થી છૂપાવવા માં આવ્યું હતું. જે કાયદા સાથે ચેડાં થયા એ આ મુજબ હતા (ઔદ્યોગિક વિવાદ ધારો ૧૯૪૭, કરારી મજદૂર ધારો ૧૯૭૦, કારખાના ધારો ૧૯૪૮, એપ્રંટીસ ધારો ૧૯૬૧)

૨/n
🔺૩૦૦ થી ઓછા મજૂરો ને સરકાર ની પૂર્વ મંજૂરી વિના છટણી કરી શકાય.(પહેલા મર્યાદા ૧૦૦ હતી)
🔺 માલિક સામે અદાલત માં કેસ દાખલ કરવા માટે સરકાર ની મંજૂરી આવશ્યક.
🔺 મંડળ ના નિર્માણ માટે ન્યુનતમ સંખ્યાબળ ૧૫% થી વધારી ૩૦%.
🔺કરારી મજદૂર ધારો ૫૦ કામદાર ની સંખ્યા સુધી લાગુ નહિ.

૩/n
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!