આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? @dineshdasa1
આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
મુહમ્મદ બિન તુગલક એ રાતોરાત પોતાની રાજધાની દિલ્હી થી ખસેડી ને દૌલતબાદ (મહારાષ્ટ્ર) કરી હતી. તમે વિચારી શકો છો કે રાતોરાત પોતાનું ઘરબાર છોડી બીજે સ્થળાંતર કરવામાં કેવી હાલાકી આવી હશે વાત અહી નથી અટકતી બાદશાહનો મિજાજ બદલાતા પાછું દિલ્હી રાજધાની કરી હતી.
બીજી કથા ચલણના બદલાવની હતી, પારંપરિક ચાંદી કે સોનાના સિક્કાની જગ્યા એ તેને સોના કે ચાંદીના બદલામાં આજના આઘુનિક સિક્કાની માફક "ટાકા" નામના સિક્કા ટંકશાળમાં બનાવડાવ્યા પરંતુ એની બનાવટ એટલી ખાસ નહતી અમુક લોકોએ ફર્જી સિક્કા બનાવીને તેના બદલામાં સોનાની વિનિમયથી ખજાનાને નુકશાન કર્યું.
જોકે એ પણ નોંધવું જરૂરી કે, તુઘલક કંઈ સાવ પાગલ નહતો પરંતુ તેની નીતિઓને અમલ કરવાની પદ્ધત્તિ એ તેના શાસનને બદનામ કર્યું હતું. તે બદલાતા મિજાજ નો રાજા હતો, ખુશ હોય તો ખુલ્લા હાથે બક્ષિસ ભેટ પણ વહેંચતો અને ગુસ્સે થાય તો કોઈને પણ વિચારવિમર્શ કર્યા વગર આપખુદ નિર્ણય લઈને સજા આપતો.
દિલ્હીની વિશ્વ પ્રસિદ્ધ નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ (રોકસ્ટાર ફિલ્મમાં રણબીર કપુર 'કુન ફાયા' ગીત ગાયું હતું એ) પણ મુહમ્મદ બિન તુગલક દ્વારા બનાવવામાં આવી હતી. #askgeroy
આમ તેના બદલાતા મિજાજના સ્વભાવ અને આપખુદ શાસન અને નિષ્ફળ ગયેલ વિવિધ નીતિને કારણે, સરકાર કે પ્રશાસન અથવા સત્તાધિકારી દ્વારા આપખુદ કે બેહૂદા અને વિચાર વિમર્શ સીવાય ના નિર્ણયો લેવામાં આવે તો એની સાથે આ રાજા "તુગલક" નું નામ રૂઢિપ્રયોગ તરીકે લેવામાં આવે છે. #askgeroy
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
વિચારો કે, કાલે ઉઠીને તમને કહેવામાં આવે કે નાનપણથી ભૂગોળમાં જે નકશાને આપણે ભણતા અને જોતાં આવ્યા છે એ ખરેખર ખોટો છે. વિમાસણમાં પડ્યા ને? પણ ખરી સત્યતા એજ છે કે વિશ્વનો કોઈ નકશો સાચો નથી દરેકમાં કોઈને કોઈ ખોડ ખપણ રહેલી જ છે. @dineshdasa1 @MehHarshil@saliltripathi
તમે અને મે પોતે આજ સુધી વધારે જે નકશાથી પરિચિત રહ્યા છે એ નકશાને "મર્કેટર નકશા" તરીકે ઓળખવામાં આવે છે જેને ગેરાડસ મર્કેટર નામના નકશાકાર દ્વારા ૧૬મી સદીમાં બનવવામાં આવ્યો હતો અને આજ દિન સુધી મોટાભાગે navigation માં વાપરવામાં આવે છે. ગૂગલ મેપમાં પણ આજ નકશો વપરાય છે.
(2/n)
આ મર્કેટર નકશાને બનાવવા માટે પૃથ્વીના ગોળાની ફરતે નળાકાર આકાર પર પૃથ્વીના કેન્દ્ર પરથી લઇ નળાકાર આકરની અંદરની સપાટી પર તેનું પ્રક્ષેપણ ( projection) લઈ તેને સપાટ આકર આપવામાં આવ્યો છે. (ચિંતા ના કરો ખબર ના પડી હોઈ એ એના પછીની ટ્વીટ જુએ)
અંગ્રેજો ખોટા નહોતા કે અંદરો અંદર લડાવીને જ ભારત પર રાજ કરી શકીશું.ત્યારે દેશી રજવાડા હતા આજના સમયે વિવિધ રાજયો અને પક્ષો. વિશ્વના સંપન્ન દેશો ભ્રષ્ટાચાર બાજુ પર મૂકી પોતાના દેશના લોકોનું વિચારવા આગોતરા પગલાં લઈ રહ્યું છે અને ભારતમાં એકબીજાથી બાખડવામાંથી ઉંચા આવતા નથી.
કામની પ્રાથમિકતા આપવાની અણસમજ અને દેખાડો કરવાને નામે ભોપાળાં કરવાના તાગમાં અને પોતાના જરૂરિયાતની પાયાની જરૂરિયાતના બદલે કામ વગરની પંચાતમાં ધ્યાન કેન્દ્રિત કરીને દેશ આ મહામારી સામે બાકીના દેશ કરતા વામણો સાબિત થઈ રહ્યો છે. પુર આવે પાડા ના બંધાય. સમય સૂચકતા વાપરી જાણો તો જ થશે.
સાસ-વહુના ઝઘડાની માફક ચાલતા ટીવી ડીબેટ કરતા કૈક હેતુસભર ચર્ચા ને સ્થાન મળે અને બીજા દેશની જેમ ઊભા કાંઠલે સરકાર ને પ્રશ્નો કરી શકે તથા સરકાર ને ક્યારેક દેશપાયોગી કામ કરવા ફરજ પડાવે એવું નીડર મીડિયા લોકશાહી ના ચોથા સ્તંભ ની ફરજ અદા કરે તો કંઇક બદલાવ શક્ય છે. બાકી રામભરોસે...
યુનાઈટેડ નેશન્સએ તેની ૨૦૦૮ ની જનરલ અસેમ્બલી માં ૮ જૂન ને " વિશ્વ મહાસાગર દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દેશો એ ૧૯૯૨ માં યુએન ની રીઓ દી જનેરો ખાતે થયેલ પર્યાવરણ લક્ષી પરિષદ માં પ્રથમ વખત જાહેર થયા બાદ થી જ મનાવવાનું શરૂ કરી દીધું હતું.
૧/n
દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.
૨/n
મહાસાગરો પૃથ્વી ની સપાટી ના બે તૃતીયાંશ કરતાં વધુ ભાગ ને આવરે છે અને કુલ પાણી ના ૯૭% પાણી નો સમાવેશ કરે છે. માછીમારો, જહાંજ બનાવનાર વગેરે જેવા અનેક ધંધા સાથે સંકળાયેલ ૩ અબજ થી વધુ લોકો ને રોજગારી પૂરી પાડી ગરીબી નિવારણ માં પણ મહત્વ નો ભાગ ભજવે છે.
ઘણા ના મન માં કુતુહલ હસે કે ૨૦૧૪-૧૫ વખતે થયેલા કાયદા સુધારા ને અત્યારે ફરી ચીતરવાનો શું મતલબ? અંધારી બાજુ જાણવાની એટલા માટે જરૂર કે જે દશા રાજસ્થાન ના શ્રમિકો ની થય એજ દિશા માં બાકીના રાજ્યો પણ આગેકૂચ કરી રહ્યા છે. અને રાજસ્થાન ના એ કાયદા સુધારણા મોડેલ ને અપનાવી રહ્યા છે.
૧/n
૨૦૧૪-૧૫ માં બીજેપી સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ ના નામે કરાયેલા સુધારા પાછળ નું મજૂર વર્ગ ના હક નું હનન ઘણુંજ ચૂપકીદી થી છૂપાવવા માં આવ્યું હતું. જે કાયદા સાથે ચેડાં થયા એ આ મુજબ હતા (ઔદ્યોગિક વિવાદ ધારો ૧૯૪૭, કરારી મજદૂર ધારો ૧૯૭૦, કારખાના ધારો ૧૯૪૮, એપ્રંટીસ ધારો ૧૯૬૧)
૨/n
🔺૩૦૦ થી ઓછા મજૂરો ને સરકાર ની પૂર્વ મંજૂરી વિના છટણી કરી શકાય.(પહેલા મર્યાદા ૧૦૦ હતી)
🔺 માલિક સામે અદાલત માં કેસ દાખલ કરવા માટે સરકાર ની મંજૂરી આવશ્યક.
🔺 મંડળ ના નિર્માણ માટે ન્યુનતમ સંખ્યાબળ ૧૫% થી વધારી ૩૦%.
🔺કરારી મજદૂર ધારો ૫૦ કામદાર ની સંખ્યા સુધી લાગુ નહિ.